પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ટ્રેનો વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર દોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટશે, પ્રાદેશિક ગતિશીલતા વધશે, પર્યટનને વેગ મળશે અને દેશભરમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા ત્યારે નાગરિકો અને પક્ષના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલત ખાતે કાનૂની સહાય વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલ સમુદાય મધ્યસ્થી તાલીમ મોડ્યુલને લોન્ચ કરશે.આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. બે દિવસીય પરિષદમાં કાનૂની સેવાઓના માળખાના મુખ્ય પાસાઓ, જેમ કે કાનૂની સહાય કાઉન્સેલિંગ સિસ્ટમ, પેનલ વકીલો, પેરાલીગલ સ્વયંસેવકો, કાયમી લોક અદાલતો અને કાનૂની સેવા સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 8, 2025 8:32 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે અને સાંજે નવી દિલ્હીમાં કાનૂની સહાય અંગેના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે