નવેમ્બર 7, 2025 7:46 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વંદે માતરમ” એક મંત્ર, ઉર્જાનો સ્ત્રોત, એક સ્વપ્ન અને ભારત માતા પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે “vandemataram150.in” પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્રીય ગીત ગાતા તેમના વીડિયો અપલોડ કરી શકે છે અને પ્રમાણપત્ર મેળવી શકે છે.નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વંદે માતરમ એક મંત્ર, એક ઉર્જા, એક સ્વપ્ન અને એક સંકલ્પ છે.
શ્રી મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એક વખત કહ્યું હતું કે બંકિમચંદ્રનું ‘આનંદમઠ’ માત્ર એક નવલકથા નથી. તે સ્વતંત્ર ભારતનું સ્વપ્ન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલા દરેક શબ્દનો ઊંડો અર્થ હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વંદે માતરમ ગીત દરેક યુગમાં સુસંગત છે.
વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 7 નવેમ્બર 1875 ના રોજ અક્ષય નવમીના રોજ લખવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ સાહિત્યિક જર્નલ બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે પ્રકાશિત થયું હતું.