નવેમ્બર 4, 2025 1:36 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મેરા બૂથ સબસે મજબૂત’ પહેલ હેઠળ બિહારની મહિલાઓ સાથે સંવાદ સાધશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી “મેરા બૂથ સબસે મજબૂત” પહેલના ભાગ રૂપે આજે બિહારમાં મહિલાઓ સાથે વાતચીત કરશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ વાતચીત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએ ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે મહિલાઓ પૂરા દિલથી યોગદાન આપી રહી છે.
તેમણે કહ્યું કે આ અભિયાનમાં મહિલાઓની સક્રિય ભાગીદારી બિહારમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવી રહી છે.