નવેમ્બર 3, 2025 8:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી એક લાખ કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન વિકાસ અને નવિનતા યોજનાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત હવે ટૅક્નોલૉજીનું માત્ર ગ્રાહક જ નહીં, પણ તે ટૅક્નોલૉજી પરિવર્તનનું નેતા બની ગયું છે. નવી દિલ્હીના ભારત મંડપમ્- ખાતે આજે ઉભરતા વિજ્ઞાન તથા ટૅક્નોલૉજી નવિનતા સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું, સરકાર દેશમાં નવિનતાની આધુનિક તંત્ર નિર્માણ કરવા સંશોધનને સરળ બનાવવા પર ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું, વિશ્વના સૌથી વધુ સફળ ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાનું દેશમાં નિર્માણ કરાયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, તાજેતરના વર્ષોમાં દેશને નવિનતાનું કેન્દ્ર બનાવવા લેવાયેલા નિર્ણય અને બનાવાયેલી નીતિઓનું પરિણામ હવે મળી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, ગત એક દાયકામાં દેશમાં સંશોધન અને વિકાસ ખર્ચ બમણો થયો છે. નોંધાયેલા પેટન્ટની સંખ્યામાં 17 ગણો વધારો થયો છે. શ્રી મોદીએ ભારતના સ્ટાર્ટ-અપ્સની પણ પ્રશંસા કરી.
શ્રી મોદીએ કહ્યું, દેશના સૅમિકન્ડક્ટર ક્ષેત્રએ હવે પરિવર્તનલક્ષી કૂદકો લગાવ્યો છે. 21-મી સદીને અભૂતપૂર્વ પરિવર્તનના સમયગાળાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, વૈશ્વિક વ્યવસ્થા એક નવા પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે. પરિવર્તનની આ ગતિ નિયમિત ક્રમનું માત્ર પાલન જ નહીં, પણ તેમાં ઝડપથી વૃદ્ધિ પણ થઈ રહી છે. આ પ્રસંગે શ્રી મોદીએ દેશમાં સંશોધન અને વિકાસ તંત્રને પ્રોત્સાહન આપવા એક લાખ કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન વિકાસ અને નવિનતા યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો.