નવેમ્બર 3, 2025 9:26 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.શ્રી મોદી દેશમાં સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એક લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળનો પણ પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં ખાનગી ક્ષેત્ર-સંચાલિત સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે.આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં શૈક્ષણિક, સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકારના ત્રણ હજારથી વધુ સહભાગીઓ તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાઓ વૈજ્ઞાનિકો, અને નીતિ નિર્માતાઓને એકઠા થશે. ચર્ચા-વિચારણા 11 મુખ્ય વિષયોના ક્ષેત્રો પર કેન્દ્રિત હશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.