પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે .
આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારીખે પૂર્ણ થશે. આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકારના 3 હજારથી વધુ સહભાગીઓને એકત્ર કરવાનો છે.
તેમાં વાર્તાલાપ, પેનલ ચર્ચાઓ, પ્રસ્તુતિઓ અને ટેકનોલોજી પ્રદર્શનો હશે, જે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સંશોધકો, ઉદ્યોગ અને યુવા નવીનતાઓ વચ્ચે સહયોગ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે
Site Admin | નવેમ્બર 2, 2025 1:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે.