પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે છત્તીસગઢ પ્રગતિના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હરિયાણાની ઐતિહાસિક ભૂમિ તેના ખેડૂતોની મહેનત, તેના સૈનિકોની અપ્રતિમ બહાદુરી અને તેના યુવાનોની ઉર્જાને કારણે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની છે.પ્રધાનમંત્રીએ કર્ણાટક રાજ્યને જ્ઞાન આધારિત પ્રગતિનું પ્રતીક ગણાવ્યું.
આ ઉપરાંત શ્રી મોદીએ કેરળ રાજ્યની કુદરતી સુંદરતા અને સદીઓ જૂના વારસા પર પ્રકાશ પાડ્યો.અને પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મધ્યપ્રદેશ રાજ્યના પ્રતિભાશાળી અને મહેનતુ લોકો વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે.
Site Admin | નવેમ્બર 1, 2025 2:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને મધ્યપ્રદેશના લોકોને તેના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા