પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014થી સરકારે નક્સલવાદ અને માઓવાદી આતંકવાદ પર નિર્ણાયક પ્રહાર કર્યો છે.
પ્રધાનમંત્રીએ કરોડો લોકોએ લીધેલી એકતાની શપથમાં દેશવ્યાપી ભાગીદારી અંગે કહ્યું, તેનાથી રાષ્ટ્રીય એકતાને સશક્ત કરવામાં સામૂહિક સંકલ્પની પુષ્ટી થઈ છે. તેમણે કહ્યું, દેશની આઝાદી બાદ સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરીને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના દ્રષ્ટિકોણને સાકાર કરવાનું અશક્ય કામ પણ કરી બતાવ્યું હતું.
દેશની ભાષાઓને એકતાનું પ્રતીક ગણાવતા શ્રી મોદીએ તમામ ભારતીય ભાષાના પ્રચાર અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
આ પહેલા શ્રી મોદીએ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દિવસનો પ્રારંભ કર્યો. તેમણે તમામ લોકોને એકતા દિવસની શપથ લેવડાવી. ત્યારબાદ શ્રી મોદીએ એકતા દિવસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું.
Site Admin | ઓક્ટોબર 31, 2025 4:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી.