ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિતોને પણ સંબોધિત કરશે.
સેમિકોન ઈન્ડિયા 2024નું આયોજન 11મીથી 13મી સપ્ટેમ્બર દરમિયાન “શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર” થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ રજૂ કરવામાં આવશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો લક્ષ્ય ધરાવે છે.
કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે.