ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2025 9:53 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક હજાર 220 કરોડના નવા આકર્ષણોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યુ

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 1,220 કરોડના વિકાસ કામોની ભેટ આપી.ભારત રત્ન સરદાર પટેલની સાર્ધશતિ જન્મ શતાબ્દિ નિમિત્તે 150 રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરાયું.રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસન આકર્ષણો, સ્પોર્ટ્સ સહિતના 1,220 કરોડના કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચેલા શ્રી મોદી સીધા ડેમ વ્યુ પોઇન્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્વ પ્રથમ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતિ શતાબ્દિ નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના 150 રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. બાદમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીએ 367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, 140 કરોડથી વધુના ખર્ચે વિઝિટર સેન્ટર, 90. કરોડથી વધુના ખર્ચે વીર બાલક ઉદ્યાન, 27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન, 23.60 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ૨૪ મીટર એકતા નગર કોલોની રોડ, 12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, સેન્ટ્રલ ઇન્સ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ બેરેકસ, શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ, રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ઈ બસનું લોકાર્પણ કર્યું હતું. એકતા નગર ખાતે 56 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ, બિરસા મુંડા ભવન, 30 કરોડના ખર્ચે 25 ઈ-બસો, સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, વોક વે(ફેઝ-૨, એપ્રોચ રોડ, ઈ-બસ ચાર્જિંગ ડેપો સ્માર્ટ બસ સ્ટોપ (સીસી રોડ,ડેમ રિપ્લિકા, ગાર્ડન, પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.