ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ-બસોને લીલીઝંડી આપી – 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે આજે એકતાનગરમાં 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રી મોદી થોડીવારમાં એક હજાર 219 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર પરિસરમાં ઇકો-ટૂરિઝમ, હરિત પરિવહન, આધુનિક માળખાકીય સુવિધા અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે.
આજે ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ ; ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ , વામન વૃક્ષ વાટિકા; સાતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો, નર્મદા ઘાટ વિસ્તાર ; કૌશલ્યા પથના લોકાર્પણ સહિતના પ્રોજેક્ક્સ સામેલ છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી 367 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય; સહિત વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; વર્ષા વન પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ; સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવલેટર્સ સહિત વિભિન્ન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.