પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતા નગર ખાતે યોજાનાર મુવિંગ પરેડનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, શ્રી મોદી આરંભ 7.0 અંતર્ગત 100માં કૉમન ફાઉન્ડૅશન કૉર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 7:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.