પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા દાયકામાં, આ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેનાથી વેપાર અને બંદર માળખાગત સુવિધામાં વધારો થયો છે. શ્રી મોદી આજે સાંજે મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025 અંતર્ગત યોજાયેલા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતનું દરિયાઈ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી અને ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું, આજે, ભારતના બંદરો વિકાસશીલ વિશ્વમાં સૌથી કાર્યક્ષમ ગણાય છે. શ્રી મોદીએ કંડલા બંદરની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત જહાજ નિર્માણમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવાના પ્રયાસોને વેગ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે એક સદી જૂના વસાહતી શિપિંગ કાયદાઓને 21મી સદી માટે યોગ્ય આધુનિક, ભવિષ્યવાદી કાયદાઓથી બદલી નાખ્યા છે.
Site Admin | ઓક્ટોબર 29, 2025 7:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે