પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2.0એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે યુવાનોના વિચારો અને આંતરદ્રષ્તિ વિકસીત ભારત બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે. આ ક્વિઝમાં 31મી ઑક્ટોબર સુધી ભાગ લઈ શકાશે. વિકસીત ભારત ક્વિઝ આવતા વર્ષે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન સમાપ્ત થશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 9:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો