મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં સમુદ્રી ક્ષેત્રનો સમાવેશક વિકાસ ઘણો જરૂરી છે. આ માટે સમુદ્રી અમૃતકાળ સંકલ્પ 2047ની દિશામાં આપણે સાથે મળીને પ્રયાસ કરવા પડશે. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં શ્રી પટેલે આ વાત કહી. તેમણે આજનો કાર્યક્રમ આ સંકલ્પને વાસ્તવિક સ્વરૂપ આપવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત સમુદ્રી સપ્તાહ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં સમુદ્રી ક્ષેત્રનો સમાવેશક વિકાસ ઘણો જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ