પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છઠનો મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની એકતાનું પ્રતિબિંબ છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે દરેકને અને ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભાર મૂક્યો કે સમાજનો દરેક વર્ગ છઠ ઘાટ પર એક સાથે આવે છે, જે ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે.
શ્રી મોદીએ ભાર મૂક્યો કે આખો દેશ ઉત્સવની ભાવનામાં ડૂબેલો છે અને ભક્તિ, સ્નેહ અને પરંપરાનો સંગમ જોવા મળી રહ્યો છે. તેમણે છઠ દરમિયાન મહિલાઓ જે સમર્પણ અને ભક્તિ સાથે ઉપવાસ રાખે છે તે પ્રેરણાદાયક ગણાવ્યું.
શ્રી મોદીએ નોંધ્યું કે ઓપરેશન સિંદૂરથી દરેક ભારતીયને ગર્વ થયો છે. તેમણે કહ્યું કે આ વખતે, માઓવાદી આતંકથી પ્રભાવિત એવા વિસ્તારોમાં પણ ખુશીના દીવા પ્રગટાવવામાં આવ્યા છે.
GST બચત ઉત્સવ અંગે લોકોમાં ઉત્સાહ હોવાનો ઉલ્લેખ કરીને તેમણે ખુશી વ્યક્ત કરી કે તહેવારોની મોસમ દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ દેશના વિવિધ શહેરોમાંથી સ્વચ્છતા પ્રયાસો અંગે કેટલીક પ્રેરણાદાયી પહેલો જણાવતાં છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ,બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં 40 કુવાઓ અને છ તળાવોને પુનર્જીવિત કરવાના કાર્યને બિરદાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ગુજરાતના ધોલેરામાં મેન્ગ્રોવ રોપણના અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી મોદીએ સુરક્ષા એજન્સીઓએ ભારતીય જાતિના કૂતરાઓને દત્તક લેવામાં પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. BSF અને CRPF એ તેમની ટુકડીઓમાં ભારતીય જાતિના કૂતરાઓની સંખ્યામાં વધારો કર્યો હોવાની વાતને બિરદાવી હતી.
પ્રધાનમંત્રીએ આગામી 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીમાં લોકોને રન ફોર યુનિટીમાં ભાગ લેવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રીય ગીત – વંદે માતરમના વિષય પર પણ વાત કરી. તેમણે કહ્યું કે 7 નવેમ્બરના રોજ, દેશ વંદે માતરમની ઉજવણીના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
શ્રી મોદીએ દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસ કરવા અને સાથે સૂચનો મોકલવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત વિશે સંસ્કૃતિ અને સોશિયલ મીડિયાની દુનિયાએ સંસ્કૃતને નવું જીવન આપ્યું છે. તેમણે સંસ્કૃત સંબંધિત રસપ્રદ કાર્ય કરતા લોકોના ઉદાહરણો આપ્યા.
શ્રી મોદીએ કોમારામ ભીમ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તેમને પણ યાદ કરીને નમન કર્યું હતુ.
Site Admin | ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાતની 127મી કડીમાં વાત કરતાં છઠપૂજા નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી