ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2025 3:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બન્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ બની ગયા છે. શ્રી નવી દિલ્હીમાં 17મા રાષ્ટ્રીય રોજગાર મેળામાં એક વીડિયો સંદેશમાં આ મુજબ જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. શ્રી મોદીએ આ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા.

શ્રી મોદીએ કહ્યું કે, આ રોજગાર મેળાઓ દ્વારા જ છેલ્લા કેટલાક સમયમાં 11 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો અપાયા છે. પ્રધાનમંત્રીએ દેશમાં ‘વિકસિત ભારત યોજના’ પણ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય 3.5 કરોડ યુવાનોને નોકરીઓ પૂરી પાડવાનો છે. તેમણે કહ્યું આજે તહેવાર અને સફળતાની બેવડી ખુશી યુવાને મળી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.