પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા પહેલ અંતર્ગત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નવા ભરતી થયેલા યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજય તમટા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે રોજગાર મેળા કાર્યક્રમ પ્રધાનમંત્રીની આજીવિકા સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. તે યુવાનોને સશક્તિકરણ કરવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 7:48 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૭મા રોજગાર મેળા અંતર્ગત ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે