ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDAના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ- NDAના કાર્યકરો અભૂતપૂર્વ ઊર્જા અને સમર્પણ સાથે મેદાનમાં અડગ છે. તેમણે કહ્યું, જાહેર સંપર્ક અને સંવાદથી લઈને સંગઠનના દરેક સ્તરે તેમની ભાગીદારી NDAની સૌથી મોટી તાકાત છે.