ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 9, 2024 8:03 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પ્રદર્શનકેન્દ્રમાં રોસાટૉમ પેવેલિયનની પણ નુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નાગરિક પરમાણુ ઊર્જાક્ષેત્રે ભારત-રશિયા સહયોગ પર એક તસવીર પ્રદર્શન પણ નીહાળ્યું હતું. શ્રી મોદી “પરમાણુ સિમ્ફની” પણ ગયા, જે VVER – એક હજાર રિએક્ટરનું એક ટકાઉકાર્યકારી મોડેલ છે. તેમ જ ભારતમાં કુડનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટનું મુખ્યકેન્દ્ર છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય અને રશિયાના વિદ્યાર્થીઓના એક સમુહ સાથે સંવાદ પણકર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલૉજી ક્ષેત્રે ભવિષ્યની સંભાવનાઓમાટે પ્રોત્સાહિત કર્યા હતા. રોસાટૉમ મંડપ વૈજ્ઞાનિક અને ટેકનોલૉજી વિકાસના ઇતિહાસપર સૌથી મોટા પ્રદર્શનોમાંથી એક છે. આનું ઉદ્ઘાટન નવેમ્બર 2023માં કરાયું હતું.