જૂન 25, 2025 8:29 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષિય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા વાતચિત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે વાત કરી છે. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.. શ્રી મોદીએ વિઝન મહાસાગર અને ભારતની પડોશી પ્રથમ નીતિ અનુસાર મોરેશિયસની વિકાસ પ્રાથમિકતાઓ પ્રત્યે ભારતની અડગ પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગ અંગે પણ ચર્ચા કરી.
પ્રધાનમંત્રી મોદીએ ડૉ. રામગુલામને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું.