પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિયોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
રાજ્ય સહિત દેશભરના 3 લાખ 17 હજારથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92 ટકા ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં, 1 લાખ 53 હજારથી વધુ ગામડાઓ માટે લગભગ 2 કરોડ 25 લાખ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું આજે વિતરણ કરવામાં આવશે.