નવેમ્બર 6, 2024 7:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૧૦ હજાર ૧૮૬ લોકોએ યોજના હેઠળ જીવન વીમા કવચનો લાભ મેળવ્યો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૧૦ હજાર ૧૮૬ લોકોએ યોજના હેઠળ જીવન વીમા કવચનો લાભ મેળવ્યો છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત અંદાજીત ૩૦ કરોડ ૩૪ લાખ રૂપિયા જેટલી રકમના કુલ ૧ હજાર ૫૧૭ દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે.
માત્ર ૪૩૬ રૂપિયાના વાર્ષિક પ્રિમિયમ સામે બે લાખ રૂપિયાના કવરેજ દ્વારા જીવન વીમા કવચ આપતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ૧૮ થી ૫૦ ની વયનો કોઈપણ ભારતીય નાગરિક નોંધણી કરાવી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.