ઓગસ્ટ 4, 2025 7:18 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ 94 લાખથી વધુ બેંક ખાતા ખોલાયા

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી વિક્રમજનક 1 કરોડ 94 લાખથી વધુ બેન્ક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાયા છે.
ગુજરાત સહિત દેશભરમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરી નાગરિકોને સલામતી પૂરી પાડવામાં આવી રહી છે. તો હવે નાગરિકોને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની 14 હજાર 610 ગ્રામ પંચાયતના VCE મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવનાર નાગરિકને બેંકને લગતા અન્ય લાભો પણ આપવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.