નવેમ્બર 13, 2025 7:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી જામનગરની ખાનગી હૉસ્પિટલ સસ્પેન્ડ

આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના – PMJAY માઁ યોજના અંતર્ગત ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતાં તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. હૉસ્પિટલને 105 કાર્ડિયાક પ્રૉસિઝરમાં ગેરરીતિ બદલ છ લાખ રૂપિયાથી વધુનો દંડ પણ કરાયો. તેમજ હૉસ્પિટલના તબીબ પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ એટલે કે, ફરજમોકૂફ કરાયા છે.
શ્રી પાનશેરિયાએ કહ્યું, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી બે ખાનગી હૉસ્પિટલને દંડ કરાયો. આ સાથે જ બનાસકાંઠામાં પાલનપુરની સદભાવના હૉસ્પિટલમાં ઍમ્પેનલ્ડ ડૉક્ટર સિવાયના ડૉક્ટર દ્વારા શસ્ત્રક્રિયા કરવા બદલ અને જુનાગઢની સમન્વય હૉસ્પિટલને નિયત કરેલા પેકેજથી વધુ રૂપિયાનું અન્ય પેકેજ બૂક કરવા બદલ 50-50 હજાર રૂપિયાનો દંડ કરાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.