પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા. આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ 2014માં લાલ કિલ્લાની પ્રાચિર પરથી આ પહેલની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રી જનધન યોજના નાણાકીય સમાવેશક પર એક રાષ્ટ્રીય અભિયાન છે. તેનો ઉદ્દેશ દેશના તમામ પરિવારોને બૅન્કીંગ સેવા પૂરી પાડવાનો છે. આ યોજના મૂળભૂત બચક બૅન્ક ખાતાની ઉપલબ્ધતા, જરૂર આધારિત ધિરાણ, નાણા મોકલવાની સુવિધા, વીમા અને પૅન્શન જેવી વિવિધ નાણાકીય સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરે છે.આ યોજના શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રને આવરી લે છે. કોઈ પણ બૅન્ક શાખા કે બિઝનૅસ કરસ્પૉન્ડન્ટ—બૅન્ક મિત્ર આઉટલૅટમાં શૂન્ય બૅલેન્સ સાથે ખોલી શકાય છે. દરેક બૅન્ક ખાતું બૅન્કોની મુખ્ય બેંકિંગ પ્રણાલિ પર આધારિત છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:44 એ એમ (AM)
પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા
