ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 10:16 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 14 કરોડ લોકોને લાભ મળ્યો.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી.તેમણે જણાવ્યુ કે, કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2021-22થી છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયને એક હજાર 329 કરોડ રૂપિયાની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે.સુશ્રી બાંભણિયાએ જણાવ્યું કે, ભારત સરકારે નાણાંકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન PM-GKAY હેઠળ રાજ્યમાં અનાજ પહોંચાડવાના તથા હેન્ડલિંગ ખર્ચ અને વાજબી ભાવની દુકાનના સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા માટે એજન્સીઓને સહાય તરીકે રાજ્યને 694 કરોડ રૂપિયા આપ્યા છે.આ યોજના હેઠળ કુલ 81 કરોડ 35 લાખ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે. હાલમાં લગભગ 80 કરોડ 56 લાખ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.