પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીયવર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંતચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 15 લાખ ઉમેદવારોએ આ યોજનાનો લાભ લીધો છે. અન્ય એક જવાબમાં, સરકારે માહિતીઆપી છે કે ત્રણ લાખથી વધુ ઉમેદવારોએ પ્રધાનમંત્રી તાલીમાર્થી સ્કીમ પર તેમની વિગતોપૂર્ણ કરી છે. યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ 25હજાર તાલીમાર્થીની તકો પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે
