ડિસેમ્બર 15, 2025 3:03 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો વિના વિલંબે લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી નોંધણી ફરજીયાત કરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો વિના વિલંબે લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી નોંધણી ફરજીયાત કરી છે. ગુજરાત રાજયના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે નોંધી કરાવી લેવી.
હાલમાં ગ્રામીણ કક્ષાએ ખેડૂતો માટે ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ જે તે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો. આ ઉપરાંત ખેડૂતો પોતે ઘરેથી મોબાઇલ એપ્લીકેશનથી પણ નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર સીએસસી અથવા ગ્રામપંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પણ ખેડૂત નોંધણી કરાવી શકશે.