ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 9, 2024 7:56 પી એમ(PM) | E-KYC | Pradhan Mantri Kisan Samman Nidhi

printer

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ કરાવું ફરજિયાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૩૧મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી અને બેંક ખાતા સાથે આધારકાર્ડ  જોડાણ ફરજિયાત કરાવી લેવાનું રહેશે.  કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ૧૭માં હપ્તાના ચૂકવણા માટેલાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી ૩૧મી જુલાઇ સુધી ચાલુ છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યારસુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનુ આધાર સીડીંગ – ડીબીટીએનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, ખેડૂતો જુદી-જુદી ચાર પધ્ધતિઓ દ્વારાઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. જેમાં ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીનેપીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે.સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાનપોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારાઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તોઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસીકરી શકાય છે. આ ઉપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પરઅને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચૂકવીને બાયોમેટ્રિકઓથેન્ટીફીકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થીગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટપેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.