સપ્ટેમ્બર 4, 2025 7:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી એ કહ્યું કે, GST 2.0 એ રાષ્ટ્ર માટે સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ દેશભરના શિક્ષકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષકો સમાજના માર્ગદર્શક પ્રકાશ અને આપણા રાષ્ટ્રના ભવિષ્યના શિલ્પી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની સરકારે GST માં આગામી પેઢીના સુધારા લાવ્યા છે. આજે સાંજે દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે, GST 2.0 એ રાષ્ટ્ર માટે સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે અને GST હવે વધુ સરળ બની ગયો છે. તેમણે ઉમેર્યું કે GST સુધારાથી મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, ગરીબ, યુવાનો અને મહિલાઓને લાભ થશે
પ્રધાનમંત્રીએ કહ્યું કે સમયસર પરિવર્તન વિના, ભારત આજની વૈશ્વિક પરિસ્થિતિમાં તેનું યોગ્ય સ્થાન મેળવી શકશે નહીં. શ્રી મોદીએ કહ્યું કે, શિક્ષકો એક મજબૂત રાષ્ટ્ર અને સશક્ત સમાજનો પાયો છે. તેમણે કહ્યું કે, તેમનું કાર્ય વર્ગખંડોથી ઘણું આગળ વધે છે. તેમણે કહ્યું કે, શિક્ષકો યુવા શક્તિમાં ચારિત્ર્ય ઘડે છે અને જિજ્ઞાસા જગાડે છે.