પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના બીજા તબક્કાની શરૂઆત સાથે અરજીઓ માટે ખુલી ગઈ છે. પ્રથમ તબક્કામાં છ લાખથી વધુ અરજીઓ બાદ, બીજા તબક્કામાં દેશભરની ટોચની કંપનીઓમાં એક લાખથી વધુ ઇન્ટર્નશિપની તકો ઉપલબ્ધ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, તેલ, ગેસ અને ઉર્જા, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને હોસ્પિટાલિટી, ઓટોમોટિવ સહિતના ક્ષેત્રોમાં 300થી વધુ કંપનીઓએ યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે ઇન્ટર્નશિપની તકો ઓફર કરી છે. બીજા રાઉન્ડમાં, દરેક અરજદાર ત્રણ ઇન્ટર્નશીપ એપ્લિકેશન માટે અરજી કરી શકે છે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના બીજા તબક્કાની શરૂઆત સાથે અરજીઓ માટે ખુલી ગઈ છે