સપ્ટેમ્બર 5, 2025 7:51 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવાસ યોજના– શહેરીને ઝડપી બનાવવા માટે અંગીકાર અભિયાન શરૂ કરાયું

ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી ના બીજા તબક્કા હેઠળ અંગીકાર 2025 અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન દરમિયાન, દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી યોજના વિશે વ્યાપક જાગૃતિ લાવીને તેના અમલીકરણને વેગ આપવામાં આવશે. આ સાથે, અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવશે અને પહેલાથી જ મંજૂર થયેલા મકાનોનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી હેઠળ એક કરોડ 20 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 94 લાખથી વધુ પાકા મકાનો લાભાર્થીઓને આપવામાં આવી ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, અંગીકાર અભિયાન બાકીના મકાનોનું બાંધકામ પૂર્ણ કરવામાં મદદ કરશે.