ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2025 2:28 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવાયા.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું, બે કરોડ 90 લાખ આવાસનું નિર્માણ થઈ ગયું છે.
તેમણે કહ્યું, ગત 10 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય હિસ્સા તરીકે બે લાખ 17 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. જ્યારે U.P.A. સરકાર દરમિયાન માત્ર 66 હજાર કરોડ રૂપિયા અપાયા હતા.