ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 25, 2025 7:19 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવતીકાલે 100થી વધુ દેશોમાં નિકાસ માટે પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહનને લીલીઝંડી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે બે ઐતિહાસિક સીમાચિહ્નોનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઇલેક્ટ્રિક વાહન “e Vitara”ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ભારતમાં ઉત્પાદિત આ વાહનોની યુરોપ અને જાપાન જેવા અદ્યતન બજારો સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
શ્રી મોદી TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે. જેનાથી 80 ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં બનાવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.