ઓગસ્ટ 10, 2025 2:24 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં સાંસદો માટે નવનિર્મિત 184 ટાઇપ-૭ બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે નવનિર્મિત 184 ટાઇપ-૭ બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદૂરનો છોડ પણ લગાવશે, શ્રમિકો સાથે વાતચીત કરશે અને સભાને સંબોધિત કરશે. દરેક રહેણાંક એકમનો વિસ્તાર લગભગ પાંચ હજાર ચોરસ ફૂટ છે, જે રહેણાંક અને સત્તાવાર કાર્યો બંને માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે, એમ પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
કાર્યાલયો, સ્ટાફ રહેઠાણ અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારોનો સમાવેશ સાંસદોને જન પ્રતિનિધિઓ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંકુલની અંદરની બધી ઇમારતો આધુનિક માળખાકીય ડિઝાઇન ધોરણો અનુસાર ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે. તમામની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.