ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી આવતીકાલથી ચાર દિવસની ક્રોએશિયા, કેનેડાના પ્રવાસે .. કેનેડામાં જી-7 દેશોની સમિટમાં ભાગ લેશે.

સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. નિકોસિયામાં, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કરશે.
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર, શ્રી મોદી 16 જૂને G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ જશે. G-7 સમિટમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. સમિટમાં, પ્રધાનમંત્રી G-7 દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને કુત્રિમ, બુધ્ધિમત્તા, ઊર્જા જોડાણ સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. પ્રધાનમંત્રી સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.
તેમના પ્રવાસના અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી તેમના ક્રોએશિયન સમકક્ષ આન્દ્રેજ પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયાના રાષ્ટ્રપ્રમુખ, જોરાન મિલાનોવિકને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ