સાયપ્રસના રાષ્ટ્રપતિનિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, પ્રધાનમંત્રીમોદી આવતીકાલે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીયપ્રધાનમંત્રીની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. નિકોસિયામાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશેઅને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કરશે. કેનેડાના પ્રધાનમંત્રીમાર્ક કાર્નીના આમંત્રણ પર, શ્રી મોદી 16 જૂને G-7 સમિટમાં ભાગલેવા માટે કેનેડાના કનાનાસ્કિસ જશે. G-7 સમિટમાંપ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. સમિટમાં, પ્રધાનમંત્રી G-7 દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓસાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા,ખાસ કરીને AI-ઊર્જા જોડાણ અનેક્વોન્ટમ-સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનુંઆદાન-પ્રદાન કરશે. પ્રધાનમંત્રી સમિટ દરમિયાન અનેકદ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.તેમના પ્રવાસના અંતિમતબક્કામાં, પ્રધાનમંત્રી મોદી 18જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લેશે. આ કોઈ ભારતીયપ્રધાનમંત્રી દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી તેમનાક્રોએશિયન સમકક્ષ આન્દ્રેજ પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયાનારાષ્ટ્રપતિ, જોરાન મિલાનોવિકને મળશે.
Site Admin | જૂન 14, 2025 1:24 પી એમ(PM)
પ્રધાનમંત્રી આવતીકાલથી ચાર દિવસની ક્રોએશિયા, કેનેડાના પ્રવાસે- કેનેડામાં જી-7 દેશોની સમિટમાં ઉપસ્થિત રહેશે
