પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે અને આયુષ ક્ષેત્ર માટે એક માસ્ટર ડિજિટલ પોર્ટલ, માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ સહિત અનેક સીમાચિહ્નરૂપ આયુષ પહેલનો શુભારંભ કરશે. તેઓ આયુષ માર્કનું પણ અનાવરણ કરશે, જે આયુષ ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા માટે વૈશ્વિક માપદંડ તરીકે કલ્પના કરવામાં આવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)
પ્રધાનમંત્રી આજે WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે – આયુષ પહેલ પોર્ટલ ખુલ્લુ મૂકશે