પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 22માઆસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. વિદેશ મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી અને આસિયાન નેતાઓસંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને વ્યાપક વ્યૂહાત્મકભાગીદારીને મજબૂત બનાવવા વિવિધ પહેલો પર ચર્ચા કરશે. બીજી તરફ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલે કુઆલાલંપુરમાં 20મી પૂર્વએશિયા શિખર બેઠકમાં ભાગ લેશે. જેમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામે આવતા પડકારો પર ચર્ચાઅને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરાશે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી આજે 22મા આસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે