ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 26, 2025 7:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આજે મોડી સાંજે તમિલનાડુમાં 4 હજાર 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે તમિલનાડુની બે દિવસની મુલાકાતે તુતીકોરિન પહોંચશે. શ્રી મોદી તુતીકોરિન વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 4 હજાર 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી અરયાલુર જિલ્લાના ગંગઈકોંડા-ચોલાપુરમ મંદિર ખાતે ચોલ શાસક રાજેન્દ્ર ચોલા પ્રથમના આદી તિરુવતિરલ સમારોહમાં હાજરી આપશે.
ભારતીય વાણિજ્ય પરિસંઘના સચિવ પોન વેંકટેશે જણાવ્યું હતું કે આનાથી તુતીકોરિનથી નિકાસ વધશે. તુતીકોરિનના પ્રમુખ ધર્મરાજે જણાવ્યું હતું કે આનાથી તુતીકોરિનમાં વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ મળશે.