જાન્યુઆરી 17, 2026 1:23 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી, આજે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે આસામની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
આજે સાંજે પ્રધાનમંત્રી ગુવાહાટીમાં અર્જુન ભોગેશ્વર બરુઆહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ બાગુરુમ્બા ધ્વૌ 2026 માં ભાગ લેશે. આ પ્રસંગે, બોડો સમુદાયના 10 હજારથી વધુ કલાકારો એક જ, સુમેળ પ્રસ્તુતિમાં બાગુરુમ્બા નૃત્ય રજૂ કરશે. પ્રધાનમંત્રી ગુવાહાટીમાં રાજ્ય વિશ્રામ ગૃહમાં રાત્રિ રોકાણ કરશે.
પ્રધાનમંત્રી આવતીકાલે, નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર ,950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરશે. જે વન્ય પ્રાણીઓની અવિરત અવરજવર સુનિશ્ચિત કરશે, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડશે. મુસાફરીનો સમય અને અકસ્માત દર ઘટાડી વધતા ટ્રાફિકને નિયંત્રિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી 2 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો – ગુવાહાટી (કામખ્યા)-રોહતક અમૃત ભારત એક્સપ્રેસ અને ડિબ્રુગઢ-લખનૌ (ગોમતી નગર) અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે.
આ નવી ટ્રેન સેવાઓ ઉત્તરપૂર્વ અને ઉત્તર ભારત વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે, જેનાથી લોકો માટે સુરક્ષિત અને વધુ અનુકૂળ મુસાફરી શક્ય બનશે.