જાન્યુઆરી 18, 2026 3:24 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે – ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુર ખાતે લગભગ 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બાલાગઢ ખાતે વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો શિલાન્યાસ કરશે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારે કાર્ગો અવરજવરને ભીડવાળા શહેરી કોરિડોરથી દૂર કરીને કાર્ગો ખાલી કરાવવાની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે. આનાથી કોલકાતા શહેરમાં માર્ગ સલામતી વધશે અને પ્રદૂષણ ઘટશે.
પ્રધાનમંત્રી જયરામબાતી-બરોગોપીનાથપુર-મયનાપુર નવી રેલ લાઇનનું ઉદ્ઘાટન કરશે અને ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. જેમાં હાવડા – આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ, સિયાલદહ-બનારસ એક્સપ્રેસ અને સંતરાગાછી – તાંબરમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.