પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં તેમના ફિજી સમકક્ષ સિતેની રાબુકા સાથે વાતચીત કરશે. ફિજીના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ છે. પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રી, રતુ એટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ગઈકાલે ફિજી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી રાબુકાની ભારતની પહેલી મુલાકાત છે.ફિજીના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. આ મુલાકાત ભારત અને ફિજી વચ્ચેના લાંબા ગાળાના અને સ્થાયી સંબંધો પર ભાર મૂકે છે. બંને દેશો તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબધ્ધ છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:43 એ એમ (AM)
પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં તેમના ફિજી સમકક્ષ સિતેની રાબુકા સાથે વાતચીત કરશે
