પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર્સ સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે.
આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને કોલકાતાના રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ સમ્મેલનમાં વિશ્વની વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્યના આધુનિકીકરણ, સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓ વચ્ચે સંકલન અને અન્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આજે મોડેથી શ્રી મોદી બિહારના પૂર્ણિયા જિલ્લામાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 2:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી આજે કોલકતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
