પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બે હજાર 500 કરોડ રૂપિયાની શહેરી વિકાસ પરિયોજના તથા એક હજાર 100 કરોડ રૂપિયાની વિદ્યુત પૂરવઠા પરિયોજના સામેલ છે.
બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન શ્રી મોદી આજે સાંજે અમદાવાદના નિકોલમાં જનસભા પણ સંબોધશે. હરિદર્શન સર્કલથી રોડ શૉ યોજી શ્રી મોદી સભાસ્થળ પર પહોંચશે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે,પાંચ હજાર 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.
