જાન્યુઆરી 5, 2026 7:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી આગામી 11 તારીખે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCનું ઉદ્ઘાટન કરશે. રાજકોટની કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને સંબોધતા શ્રી સંઘવીએ VGRC બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા વ્યક્ત કરી.
આ પહેલા શ્રી સંઘવીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર—કચ્છના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો. તેમણે રાજ્ય સરકાર હંમેશા ઉદ્યોગોની સાથે હોવાની ખાતરી પણ આપી.
આ પ્રસંગે શ્રી સંઘવીએ 10 હજાર 435 ઉદ્યોગ-સાહસિકને 965 કરોડ રૂપિયાથી વધુની પ્રોત્સાહક સહાય વિતરણ અને ઉદ્યોગ વિભાગની વિવિધ યોજના હેઠળ 137 ઉદ્યોગને અંદાજે 661 કરોડ રૂપિયાના મંજૂરીપત્રનું વિતરણ કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.