પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે. તેઓ મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં પાર્ટી કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ બિહારમાં ભાજપ-એનડીએની જીત સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ ઉર્જા સાથે સમર્પિત રીતે કામ કરી રહ્યા છે.
ભાજપે ગઈકાલે જાહેર કરેલી પોતાની પહેલી યાદીમાં 71 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને રાજ્યના અનેક કેબિનેટ મંત્રીઓ સહિત 50 વર્તમાન ધારાસભ્યો ફરી એકવાર ચૂંટણી લડી રહ્યા છે
Site Admin | ઓક્ટોબર 15, 2025 3:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે.
