જાન્યુઆરી 12, 2026 1:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સેલરે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત બાદ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ કરાવીને પતંગ ચગાવી.

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના આજે અંતિમ દિવસે શ્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં યોજાયેલા આંતરારાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહી પતંગ ચગાવ્યા હતા.
આ પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજોની સાથે દેશના 13 રાજ્યોમાંથી 65 અને રાજ્યના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના શ્રેષ્ઠ વિશાળકાય પતંગો ચગાવી રહ્યા છે. આ ઉપરાંત 13 મી જાન્યુયારીએ રાત્રે પણ પતંગ ચગાવવામાં આવશે.
આ પતંગ મહોત્સવમાં અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથે સાથે આજે સાંજે સાત વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલ દવે પ્રસ્તુતિ કરશે.
દરમિયાન આજે સવારે, બંને નેતાઓએ સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંને નેતાઓએ મહાત્મા ગાંધીના ભૂતપૂર્વ નિવાસસ્થાન, ‘હૃદય કુંજ’ની મુલાકાત લીધી, જ્યાં તેઓએ ચરખા કાંતવાની પરંપરાગત પ્રક્રિયા નિહાળી હતી. બંને નેતાઓએ ગાંધીજીના સરળતા, આત્મનિર્ભરતા અને સત્ય અને અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાના મૂલ્યો પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો.
આ અનુભવથી ખૂબ જ પ્રભાવિત થઈને, ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વિઝિટર બુકમાં લખ્યું કે સ્વતંત્રતાની શક્તિમાં મહાત્મા ગાંધીનો દ્રઢ વિશ્વાસ વિશ્વ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે ભાર મૂક્યો કે આ સહિયારો માનવ વારસો ભારત અને જર્મનીના લોકો વચ્ચે મિત્રતાના સેતુ તરીકે કામ કરે છે, અને એ વાત પર પણ ભાર મૂક્યો કે ગાંધીજીના ઉપદેશો આજના વિશ્વમાં પણ ખૂબ જ સુસંગત છે.