નવેમ્બર 20, 2025 2:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નિતીશકુમારે શપથગ્રહણ કર્યા, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા.

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
નીતિશ કુમારના મંત્રીમંડળમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, નીતિન નવીન અને રામકૃપાલ યાદવ સહિતના ભાજપના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં NDAએ જંગી વિજય મેળવ્યો હતો, 243 સભ્યોના ગૃહમાં 202 બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.